Gram (Cicer arietinum)
Superior gram seeds for high yield, bold grains, and excellent market value
Farmer's Choice
ચણા ની ખેતી પદ્ધતિ
- વાવેતર સમય: ૨૫ ઑક્ટોબર થી ૧૫ ડિસેમ્બર
- જાતો: ગુજરાત-૩, ગુજરાત-૫, કાબુલી
- અંતર: ૧૮ ઇંચ × ૩ ઇંચ (છાંટણી)
- બીજદર: ૧૦ કિ.ગ્રા. પ્રતિ વિઘા (૨૫ કિ.ગ્રા. પ્રતિ એકર)
- બિયાણું સારવાર: SDM ૨ ગ્રામ + વિટા વેક્સ ૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ
- રાસાયણિક ખાતર (બેઝલ): ડીએપી – ૧૫ કિ.ગ્રા. + યુરિયા ૨ કિ.ગ્રા. + કોપ સીડ પ્રો‑૧.૫ કિ.ગ્રા. (પ્રતિ વિઘા)
- પુર્તિ ખાતર: ૩૦ દિવસે યુરિયા – ૧૫ કિ.ગ્રા. પ્રતિ વિઘા
- નીંદામણ નિયંત્રણ: પેંડીમેથેલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર (માટી ભેજમાં) — પછી ૨,૪‑ડી જરૂર મુજબ
- રોગ નિયંત્રણ: ૩૦ થી ૬૦ દિવસે હેક્સાકોનાઝોલ ૩૦ મી.લી./પંપ
- જંતુ નિયંત્રણ: ૩૦ થી ૬૦ દિવસે પોહેરીઓ/ટ્રેસર/અવાંત/કોરાજન
- પાકવાના દિવસો: ૧૦૦ થી ૧૧૦ દિવસ
- અંદાજિત ઉત્પાદન: ૨૫–૩૫ માંસ (૧૨૫૦–૧૭૫૦ કિ.ગ્રા./એકર)
- ખાસ નોંધ: DAP તથા યુરિયા ને N‑માત્રા મુજબ આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે
Our Gram Varieties
- નર્મદા‑૩૩
- નર્મદા કાબુલી
- ગુજરાત‑૩ (સર્ટિફાઇડ)
- ગુજરાત‑૫ (સર્ટિફાઇડ)
- ગુજરાત‑૭ (સોરઠ સુરજ)
- ગુજરાત‑૮ (સોરઠ વિક્રમ)
ગુજરાત‑૮ (સોરઠ વિક્રમ)
- ભલામણ વર્ષ: ૨૦૨૩
- પાકવાના દિવસો: ૧૧૦
- ઉત્પાદન ક્ષમતા: ૨૫૯૪ કિ.ગ્રા./હે. (પિયત), ૨૦૧૭ (બિનપિયત)
- પિયત અને બિનપિયત બંને પરિસ્થિતિમાં અનુરૂપ
- છોડ સીધા હોવાથી મશીનથી કાપણી અનુકૂળ
- મધ્યમ કદના દાણા, કસદર્ય/બદામી રંગ
- સ્ટંટર રોગ સામે પ્રતિરોધક; કોડી‑ખાદક ઇયળથી ઓછી નુકસાન
- અન્ય જાતો કરતાં વધુ લોહતત્વ
ગુજરાત‑૭ (સોરઠ સુરજ)
- ભલામણ વર્ષ: ૨૦૨૩
- પાકવાના દિવસો: ૧૧૦
- ઉત્પાદન ક્ષમતા: ૧૮૭૫ કિ.ગ્રા./હે.
- પિયત તથા બિનપિયત વિસ્તારો માટે અનુરૂપ
- દાણા મોટા તથા બદામી રંગના
- સ્ટંટર માટે વધુ પ્રતિરોધક; સુકારામાં મધ્યમ પ્રતિરોધક
- પ્રોટીન ૨૩.૬૫% અને ઝીંક ૩૩.૫૦ PPM
ગુજરાત‑૫ (સર્ટિફાઇડ)
- ભલામણ વર્ષ: ૨૦૧૭
- પાકવાના દિવસો: ૧૦૩–૧૧૦
- ઉત્પાદન ક્ષમતા: ૧૫૦૦–૧૭૦૦ કિ.ગ્રા./હે.
- પિયત તથા બિનપિયત બંને વિસ્તારો માટે અનુરૂપ
- સુકારા માટે મધ્યમ પ્રતિરોધક; સ્ટંટર માટે વધુ પ્રતિરોધક
ગુજરાત‑૩ (સર્ટિફાઇડ)
- ભલામણ વર્ષ: ૨૦૧૦
- પાકવાના દિવસો: ૮૮–૧૧૦
- ઉત્પાદન: ૧૭૨૦ કિ.ગ્રા./હે.
- બિનપિયત વિસ્તારો માટે વધુ ઉત્તમ
- સુકારા અને સ્ટંટર રોગ માટે મધ્યમ પ્રતિરોધક
- ૧૦૦ દાણા વજન: ૨૨.૫૭ ગ્રામ
નર્મદા કાબુલી
- વધુ ફૂટ વાળી જાત
- પિયત તથા બિનપિયત પરિસ્થિતિમાં યોગ્ય
- છોડની ઊંચાઈ: ૩૦ થી ૪૮ સે.મી.
- પાકવાના દિવસો: ૧૧૫–૧૨૦
- ઉત્પાદન ક્ષમતા: ૧૮૦૦–૨૦૦૦ કિ.ગ્રા./હે.
- સુકારા તથા સ્ટંટર રોગ સામે વધુ પ્રતિરોધક
નર્મદા‑૩૩
- વધુ ફૂટ વાળી જાત
- પિયત તથા બિનપિયત પરિસ્થિતિમાં યોગ્ય
- છોડની ઊંચાઈ: ૩૦ થી ૪૮ સે.મી.
- પાકવાના દિવસો: ૧૧૫–૧૨૦
- ઉત્પાદન ક્ષમતા: ૧૮૦૦–૨૦૦૦ કિ.ગ્રા./હે.
- સુકારા તથા સ્ટંટર રોગ સામે વધુ પ્રતિરોધક