Wheat Varieties
Premium hybrid wheat varieties specially bred for high yield, disease resistance, and climate resilience
Farmer's Choice
ઘઉં ની ખેતી પદ્ધતિ
- વાવેતર સમય: ૧૫ નવેમ્બર થી ૩૦ ડિસેમ્બર
- વાવેતર માટેની જાતો: નર્મદા ટુકડી, સુપર સોના, લોક‑૪, સરબતી ટુકડી
- અંતર: ૧૨ ઇંચ × ૧ ઇંચ અથવા પુખ્તની (છાંટણી)
- બીજદર: ૨૦ કિ.ગ્રા. પ્રતિ વિઘા (૫૦ કિ.ગ્રા. પ્રતિ એકર)
- બિયાણું સારવાર: SDM ૨ ગ્રામ + વિટા વેક્સ ૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ
- રાસાયણિક ખાતર (બેઝલ): ડીએપી – ૧૫ કિ.ગ્રા. + યુરિયા ૨ કિ.ગ્રા. + કોપ સીડ પ્રો‑૧.૫ કિ.ગ્રા. (પ્રતિ વિઘા)
- પુર્તિ ખાતર: ૩૦ દિવસે યુરિયા – ૧૫ કિ.ગ્રા. પ્રતિ વિઘા
- નીંદામણ નિયંત્રણ: ઉગ્યા પછી: પેંડીમેથેલીન ૫૦૦ મી.લી. થી ૧ લીટર (માટી ભેજમાં) — પછી: ૨,૪‑ડી વગેરે, જરૂર મુજબ
- રોગ નિયંત્રણ: ૩૦ થી ૬૦ દિવસ: હેક્સાકોનાઝોલ ૩૦ મી.લી./પંપ
- પાકવાના દિવસો: ૧૦૫ થી ૧૧૫ દિવસ (જાત મુજબ)
- અંદાજિત ઉત્પાદન: વિઘે ૪૦ માંથી ૫૦ માંસ (૨૦૦૦ કિ.ગ્રા. થી ૨૫૦૦ કિ.ગ્રા./એકર)
- ખાસ નોંધ: DAP ને વધારે તથા યુરિયા ને N‑માત્રા મુજબ આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે
Our Wheat Varieties
- નર્મદા ટુકડી
- નર્મદા લોક-૪
- નર્મદા સુપર સોના
- નર્મદા સરબતી ટુકડી
- લોક-૧ સર્ટિફાઇડ
- GW-૪૯૬ સર્ટિફાઇડ
- GW-૫૧૩ ટ્રુથફુલ
GW‑513
- ભલામણ વર્ષ: ૨૦૨૧–૨૨
- છોડની ઊંચાઈ: ૭૫ થી ૮૦ સે.મી.
- પાકવાના દિવસો: ૧૦૫ થી ૧૧૭ દિવસ
- ઉત્પાદન (કિ.ગ્રા./હે.): ૪૫૦૦ થી ૯૦૦૦
- સમયસરની વાવણી માટે ઉત્તમ
- વધુ ઉત્પાદન, ખલકાટ ધરાવતા દાણા તથા વધુ જાડા સાઇઝ ધરાવતી જાત
GW‑496 (સર્ટિફાઇડ)
- ભલામણ વર્ષ: ૧૯૮૮
- છોડની ઊંચાઈ: ૭૫ થી ૮૦ સે.મી.
- પાકવાના દિવસો: ૯૬ થી ૧૧૩ દિવસ
- ઉત્પાદન (કિ.ગ્રા./હે.): ૪૫૦૦ થી ૫૦૦૦
- સમયસરની વાવણી માટે ઉત્તમ
- વધુ ઉત્પાદન, દાણા ની ઉત્તમ ગુણવત્તા અને ગેરૂ રોગ સામે પ્રતિરોધક
નર્મદા સરબતી ટુકડી
- મધ્યમ પાકતી જાત (૧૧૫–૧૨૦ દિવસ)
- મધ્યમ ઊંચાઈ અને વધુ ફૂટ વાળી જાત
- મધ્યમ ડુંડી (૧૦ સે.મી.)
- ડુંડીમાં પૂતળાની સંખ્યા: ૧૮ થી ૨૦
- મધ્યમ કદના દાણા, સોનેરી, આકર્ષક અને ખાવા માટે યોગ્ય
- વધુ ઉત્પાદન અને ઊંચો બજાર ભાવ
નર્મદા લોક‑૪
- મધ્યમ પાકતી જાત (૧૨૦ દિવસ)
- મધ્યમ ઊંચાઈ અને વધુ ફૂટ વાળી જાત
- લાંબા અને મોટા પાન, ડુંડીની લંબાઈ વધુ (૩૨ સે.મી.)
- ડુંડીમાં પૂતળાની સંખ્યા: ૧૮ થી ૨૦
- દાણા મોટા અને લાંબા, આકર્ષક
- વધુ ઉત્પાદન અને ઉત્તમ ગુણવત્તા; સાંકડા જાડા હોવાને લીધે ઠગતા નથી
નર્મદા સુપર સોના
- વધુ વહેલી પાકતી જાત (૧૦૫–૧૧૦ દિવસ)
- મોટા/મોટા વાતાવરણમાં પણ ઉત્પાદન પર ઓછો પ્રભાવ
- વાતાવરણના બદલાવને સહન કરતી જાત
- ગેરૂ/રાતડ જેવા રોગ સામે પ્રતિરોધક
- મધ્યમ ઊંચાઈ, વધુ ફૂટ
- ડુંડી મધ્યમ કદની, ૧૮ થી ૨૦ પૂતળા
- ૧૦૦ દાણા નું વજન: ૪૮–૫૦ ગ્રામ
- દાણા આકર્ષક અને ટકણા
નર્મદા ટુકડી
- ૧૧૦ થી ૧૧૫ દિવસમાં પાકતી જાત
- ઉંચાઈમાં ઠીગણી અને વધુ ફૂટવાળી; સાયઝ જાડા દાણા
- લાંબા અને મોટા પાન
- ડુંડીની લંબાઈ વધુ (૧૦ સે.મી.)
- ડુંડીમાં પૂતળાની સંખ્યા: ૧૫ થી ૧૭
- દાણા આકર્ષક, સોનેરી ચમકતા; સરબતી ટુકડી
- ખૂબ જ સારું ઉત્પાદન અને ઉત્તમ ગુણવત્તા